વિગતો
Listen
Schemes | योजनाएं | योजना
Krishi Gyan
3 year
Follow

ખેડૂતો માટે ખાસ સરકારશ્રી દ્વારા ટ્રેક્ટર ખરીદી સહાય યોજના (એજીઆર-50)

હાલ ના સમય માં ખેડૂત માટે ટ્રેક્ટર એક ભાગીદાર ની જેમ કામ કરે છે. આશરે ખેડૂત ના બધાજ કામો ટ્રેક્ટર ના માધ્યમ થી જ થાય છે. ખેડાણ, વાવણી અને ઢોળાણ જેવા ઘણા બધા કામો માં ટ્રેક્ટર પોતાની ફરજ પૂરી પડે છે. પરંતુ વધતી મોંઘવારી ના લીધે હવે ટ્રેક્ટર ખરીદવું ઘણું અઘરું હોય છે. ખેડૂતો ની આ મુશ્કેલી ના સમાધાન ના રૂપ માં રાજ્ય સરકારશ્રી દ્વારા ટ્રેક્ટર ખરીદી સહાય યોજના શરૂ કરવા માં આવી છે. જેમાં ખેડૂત ને ટ્રેક્ટર ખરીદી ની અમુક રકમ સહાય રૂપે આપવા માં આવશે. આજે અમે પોતાના આ લેખ ના માધ્યમ થી અમારા ખેડૂત મિત્રો કેવી રીતે આ યોજના નો લાભ લઈ શકે છે તેની માહિતી આપીશું. જાણવા માટે લેખ પૂરું વાંચો.

યોજના ની વિગતો

  • સમસ્ત ખેડૂતો આ યોજના માટે પાત્ર છે.

  • લાભાર્થી રાજ્ય નો નિવાસી હોવો જોઈએ.

  • 40 પીટીયુ હોર્સપાવર સુધી ના ટ્રેક્ટર ઉપર 45000 રૂપિયા અથવા 25% સુધી ની સહાય.

  • 40 પીટીયુ હોર્સપાવર 60 પીટીયુ હોર્સપાવર સુધી ના ટ્રેક્ટર ઉપર 60000 રૂપિયા અથવા 25% સુધી ની સહાય.

યોજના નો લાભ કેવી રીતે લેશો?

  • સૌપ્રથમ તમારે રાજ્ય સરકાર શ્રી ની આધિકારિક વેબસાઇટ ઉપર જવું હશે.

  • ત્યાર પછી યોજનાઓ ઉપર ક્લિક કરી એજીઆર-50 યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે.

  • ત્યાર પછી આ યોજના ના નામ ની સામે ‘ અરજી કરો’ ઉપર ક્લિક કરી આગળ જવું હશે.

  • હવે દર્શાવેલી સૂચનાઓ મુજબ ફોરમ ભરી તમે યોજના માટે અરજી કરી શકો છો.

  • અરજી કર્યા પછી એપ્લિકેશન નો પ્રિન્ટ કાઢી નજીક ની સબ મદદ કચેરી માં આપવાની રહેશે.

  • તે પછી સરકારશ્રી ના માનદંડો અને ઓનલાઈન ડ્રો થી પસંદગી કરવામાં આવશે.

  • પસંદગી થયા પછી સરકારશ્રી દ્વારા નિર્ધારિત ટ્રેક્ટર મોડલ ખરીદી શકાશે.

આ પણ વાંચો :

ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને કૃષિ સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે ખેડૂતો આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.

Like
Comment
Share
Get free advice from a crop doctor

Get free advice from a crop doctor