મગફળી ના પાક માં પાતળા અને પહોળા પાન ની નીંદણ નું નિયંત્રણ

નીંદણ શું હોય છે?
-
નીંદણ તે છોડ અથવા ઘાસ છે, જે ખેતર માં પાક ની સાથે ઊગી માટી થી પોષક તત્વો નું શોષણ કરે છે અને પાક ની વૃદ્ધિ ને અટકાવે છે.
-
મગફળી માં સામાન્ય રૂપે જંગલી ચોળાઈ, મોથા, દૂધી ઘાસ, લકાસા, હિરણખુરી, બનચરી, હજારદાણા, ગોખરુ, સત્યનાશી, કૃષ્ણનીલ વગેરે જાત ની નીંદણ નો ચેપ જોવા મળે છે.
પાક માં નીંદણ થી થનાર નુકસાન
-
પાક ના શરૂઆતી સમય માં ખેતર માં નીંદણ હોવા થી આ માટી માં હજાર પોષક તત્વો ને ગ્રહણ કરી લે છે. જેના લીધે છોડો નો વિકાસ અટકી જાય છે.
-
વિવિધ જાત ના કીટ અને રોગ આ નીંદણ ને પોતાનો ઘર બનાવી લે છે.
-
પાક ની કાપણી ના સમય નીંદણ હોવા થી આ પાક ને ચારેબાજુ થી પકડી લે છે અને પાક ની કાપણી મુશ્કેલ થઈ જાય છે.
-
પાક માં 34.3% થી 89.9% સુધી ઉપજ માં ઘટાડો જોવા મળે છે.
-
પાક ની ગુણવત્તા પ્રભાવિત થાય છે.
-
સ્ટોરેજ માં પાક ની સાથે નીંદણ ના બીજ ભેગા હોવા પર પાક જલ્દી ખરાબ થાય છે.
નીંદણ ના નિયંત્રણ ના ઉપાય
-
ખેતર નો ઊંડો ખેડાણ કરો.
-
ખેતર માં પાણી ન ભરવા દો.
-
સારી ઉપજ લેવા માટે પહેલા 45 દિવસ પાક ને નીંદણ થી બચાવવું ઘણું જરૂરી છે. આના માટે પાક માં બે વાર નીંદામણ કરો.
-
વાવણી ના 15 દિવસો માં પહેલું નીંદામણ કરો.
-
બીજું નીંદામણ પહેલા નીંદામણ ના 3 અઠવાડિયા પછી કરો.
-
બીજા નીંદામણ ના સમય મૂળો ની પાસે માટી ચઢાવો. આના થી ફળીઓ ના સંચાર માં સરળતા થાય છે અને ઉપજ પણ વધે છે.
-
ફળીઓ બનતા સમાય નીંદામણ ના કરો.
-
વાવણી માટે નીંદામણ યુક્ત પાક નો બીજ ના વાપરો.
-
સમય સમય પર નિરીક્ષણ કર્તા રહો અને જો નીંદણ દેખાય તો હાથ થી ઉખાડી બહાર ફેંકી દો.
-
નીંદણ વધારે હોવા પર શાક નાશી નો પ્રયોગ પણ કરી શકાય છે. પરંતુ આનો વપરાશ માત્ર નીંદણ વધારે હોવા પર જ કરો.
રાસાયણિક નિયંત્રણ
-
ઘાસ ના અંકુરણ પહેલા ફ્લૂકલોરેલીન 600 મિલીલીટર અથવા પેન્ડીમિથલીન 1 લિટર ને દર એકર માં નાખો.
-
ઉભા પાક માં 150-200 લીટર પાણી માં 250 મીલીલીટર ની દર થી ઈમેજથાપર 10% SL મિક્સ કરી છાંટો.
-
100 થી 200 ગ્રામ ઓકસીફ્લોરફેન ને દર એકર ની દર થી અંકુરણ પહેલા ખેતર માં નાખો.
આ પણ વાંચો:
-
મગફળી ના ખેતર માં ઉધઈ નિયંત્રણ ના ઉપાય ની માહિતી અહીં થી મેળવો.
-
મગફળી ના ખેતર માં સારા ખાતર પ્રબંધન ની માહિતી માટે ક્લિક કરો.
ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને કૃષિ સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે ખેડૂતો આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.
આગળ વધવા માટે કૃપા કરી લોગીન કરો

Get free advice from a crop doctor
