પણસ ના ફળો ના કાળા થવાનું કારણ અને સમાધાન

પણસ નો ઝાડ એક સદાબહાર ફળદાર વૃક્ષ છે. પણસ ના ફળ નો ઉપયોગ શાક બનાવવા માટે સૌથી વધારે કરાય છે. આના ઝાડ ઉપર જાન્યુઆરી થી ફેબ્રુઆરી મહિના ની વચ્ચે ફળ લાગવા માંડે છે. અમુક સમય પછીજ પણસ ઉપર કાળા ડાઘ દેખાવા લાગે છે. આ રોગ ના લીધે ફળ સડવા લાગે છે અને પાક ની ગુણવત્તા ઉપર અસર પડે છે. આજે આ આર્ટિક્લ ના માધ્યમ થી અમે ખેડૂતો ને પણસ ના કાળા થવાનું કારણ, લક્ષણ અને નિયંત્રણ ના ઉપાયો જણાવીશું. જેની મદદ થી ખેડૂત પોતાના પાક ખરાબ થવા થી બચાવી શકે છે. જાણવા માટે વાંચો આ લેખ.
પણસ ના ફળો નું કાળો થવાનું કારણ
-
પણસ ઉપે કાળા ડાઘ રાઈજોપસ આર્ટોકારપાઈ નામ ની ફૂગ થી થાય છે.
-
આ ફળ માં થનારો સડો નો રોગ છે.
ફળ માં જોવા માં આવતા લક્ષણ
-
આ બીમારી નો ચેપ ફળ ની નાની અવસ્થા માં જોવા મળે છે.
-
શરૂઆત માં ફળ દાંડી ની જોડે થી સડવા લાગે છે.
-
આના પછી ધીમે ધીમે પૂરું ફળ સડી જાય છે.
-
પણસ નો ફળ સડવા ના લીધે પડી જાય છે.
-
આ હવા ના માધ્યમ થી ઝડપી રૂપે પ્રસરે છે.
નિયંત્રણ ના ઉપાય
-
ઝાડ ની વચ્ચે હવા નો સંચાર સારી રીતે થવું જોઈએ.
-
ઝાડ ને સૂર્યપ્રકાશ સારી રીતે મળે.
-
ફળ ઉપર ઘા ના લાગે તેનો ધ્યાન આપો.
-
ચેપકગ્રસ્ત ફળો ને ઝાડ થી કાપી ને નષ્ટ કરી દો.
-
ફળો નો સ્ટોરેજ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થી નીચે કરો.
-
ફળો ને આ રોગ થી બચાવ માટે દર લીટર પાણી માં 4 થી 5 ગ્રામ કોપર ઓક્સિકલોરાઇડ 50 ટકા ડબલ્યુપી ભેળવી 10 દિવસ ના અંતરાલ પર 3 થી 4 વાર સ્પ્રે કરો.
-
બીમારી ને રોકવા માટે 2 ગ્રામ ડાઈથેન એમ-45 દર લીટર પાણી માં મિક્સ કરી 15 દિવસ ના અંતરાલ ઉપર 2 થી 3 વાર સ્પ્રે કરો.
-
દેહાત ફૂલ સ્ટોપ ની 25 થી 30 ગ્રામ માત્રા ને 15 લીટર પાણી ની સાથે મિક્સ કરી સ્પ્રે કરો.
આ પણ વાંચો :
ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને કૃષિ સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા ખેડૂત મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે ખેડૂત આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.
આગળ વધવા માટે કૃપા કરી લોગીન કરો

Get free advice from a crop doctor
