પશુપાલન સ્વરોજગારી હેઠળ ડેરીફાર્મ સ્થાપના માટે સહાય યોજના (ANH-8)

ભારત માં પશુપાલન મોટા ભાગે દૂધ વ્યવસાય માટે કરવા માં આવે છે. આજે અમે તમને રાજ્ય સરકાર દ્વારા પશુપાલન ને પ્રોત્સાહિત કરવા માટે અમલ માં આવેલી યોજના ANH-8 વિશે માહિતી આપીશું. આ યોજના હેઠળ જે લોકો પશુપાલન ના માધ્યમ થી ડેરી વ્યવસાય કરવા માંગે છે તેમણે સરકાર શ્રી તરફ થી ડેરી સ્થાપના માટે અને પશુ ખરીદી માટે નાણાંકીય સહાયતા પૂરી પાડવા માં આવશે. આ યોજના હેઠળ જો તમે ગીર અથવા કાંકરેજ ગાય નો પાલન કરવા ઈચ્છો છો તો તમે સારો લાભ ઉપાડી શકો છો. જોકે આ યોજના 12 દુધાળ પશુઓ ના ડેરી ફાર્મ ની સ્થાપના માટે અમલ માં આવી છે. તો આવો જાણીએ છે કે કેવી રીતે તમે આ યોજના નો લાભ લઈ શકો છો.
યોજના ની વિગતો
-
આ યોજના નો લાભ કુટુંબ દીઠ એક પુખ્ત વ્યક્તિ ને આજીવન એકજ વખત મળશે.
-
રાજ્ય ના તમામ લોકો આ યોજના નો લાભ લઈ શકે છે.
-
સ્વસહાય જુથ પણ આ યોજના નો લાભ લઈ શકે છે.
-
આ યોજના હેઠળ પશુપાલકે 12 દુધાળ પશુ (ગાય/ભેંસ) ની નવી ખરીદી અને ડેરી ફાર્મ નું નક્કી કરેલ માપદંડ મુજબ બાંધકામ કરવું રહેશે. રિપેરિંગ કે રિનોવેશન આ યોજના હેઠળ માન્ય નથી.
-
જમીન પોતાની માલિકી, વરસાઈ હક અથવા ભોગવટા ની હોવી જોઈએ. જો જમીન ના હોય તો ભાડા નીં જમીન નો ઓછા માં ઓછું 7 વર્ષ નો ભાડા કરાર હોવો જોઈએ.
-
રિજર્વ બેન્ક દ્વારા માન્ય નાણાંકીય સંસ્થાન / બેન્ક માંથી વર્ષ 2022-23 માં મેળવેલ ધિરાણ ઉપર વ્યાજ સહાય મળવાપાત્ર હશે. રિજર્વ બેન્ક દ્વારા માન્ય નાણાંકીય સંસ્થાન / બેન્ક થી ધિરાણ અંગે ની મંજૂરી મળ્યા પછી આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની રહેશે.
-
પશુ ખરીદી માટે બેન્ક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નક્કી કરેલ કિમત બંને માંથી જે ઓછી હોય તેના પર 7.5% વ્યાજ સહાય 5 વર્ષ માટે અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિ માટે 8.5% વ્યાજ સહાય 5 વર્ષ માટે મળવા પાત્ર રહેશે.
-
ડેરી ફાર્મ ના બાંધકામ માટે બાંધકામ ખર્ચ નો 50% અથવા રૂપિયા 1.50 લાખ બંને માંથી જે ઓછું હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર રહેશે.
-
આ યોજના હેઠળ પશુઓ નો વીમો અને ઉપકરણ ની ખરીદી ઉપર ની સહાય જાણવા માટે અમારા બીજા લેખ ની રાહ જુઓ.
યોજના નો લાભ કેવી રીતે લેશો?
-
સૌપ્રથમ તમારે રાજ્ય સરકાર શ્રી ની આધિકારિક વેબસાઇટ ઉપર જવું હશે.
-
ત્યાર પછી યોજનાઓ ઉપર ક્લિક કરી ANH-8 યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે.
-
ત્યાર પછી આ યોજના ના નામ ની સામે ‘ અરજી કરો’ ઉપર ક્લિક કરી આગળ જવું હશે.
-
હવે દર્શાવેલી સૂચનાઓ મુજબ ફોરમ ભરી તમે યોજના માટે અરજી કરી શકો છો.
-
અરજી કર્યા પછી જરૂરી દસ્તાવેજ ઓફિસ/કચેરી માં 7 દિવસ ની અંદર રજૂ કરવા હશે.
આ પણ વાંચો :
ઉપર આપેલી માહિતી પર તમારા વિચાર અને પશુપાલન સંબંધી પ્રશ્ન આપ અમને નીચે કમેંટ બોક્સ માં લખી ને મોકલી શકો છો. જો તમને આજની પોસ્ટ માં આપેલી માહિતી ગમી હોય તો આને લાઇક કરો અને બીજા પશુપાલક મિત્રો ની સાથે શેર કરો. જેથી વધારે થી વધારે પશુપાલકો આ માહિતી નો લાભ ઉપાડી શકે. સાથેજ કૃષિ સંબંધી જ્ઞાન વર્ધક અને રોમાંચક માહિતીઓ માટે જોડાયેલા રહો દેહાત ની સાથે.
આગળ વધવા માટે કૃપા કરી લોગીન કરો

Get free advice from a crop doctor
